Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલાના રાષ્ટ્રીય સેવા યોજનાના યુનિટ દ્વારા યોજાયેલ ખાસ શિબિરનું ઉદ્ઘાટન

તારીખ ૫-૧-૨૫ થી તારીખ ૧૧-૧-૨૫ સુધી યોજાયેલ  એન.એસ.એસના ખાસ શિબિરનું ઉદઘાટન
તારીખ ૬-૧-૨૫ના રોજ , સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર, ગ્રામ પંચાયત બાબાપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ. કાર્યક્રમના પ્રમુખ સ્થાને ગ્રામ પંચાયત બાબાપુરના સરપંચ શ્રી હર્ષાબેન ચાવડા તથા અતિથિ વિશેષ રમેશભાઈ ગોંડલીયા હતા. મહિલા કોલેજના પ્રિન્સિપાલ ચાવડા સાહેબે સર્વ મહેમાનોનું સ્વાગત કર્યું. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો.હરિતાબેન જોષીએ શિબિરના હેતુઓ અને પ્રવૃત્તિઓ વિશેની જાણકારી આપી. અધ્યાપન  મંદિરના પ્રિન્સિપાલ નસીમબેન સંવટે સંસ્થાનો પરિચય આપ્યો.
રમેશભાઈ ગોંડલીયાએ ઓર્ગેનિક ફાર્મિંગ અને ખેતીના અવનવા પ્રયોગો વિશેની માહિતી આપી. પ્રા.છાયાબેન શાહે સંસ્થા સાથેના તથા મંદાકિનીબેન પુરોહિત સાથેના પોતાના સંસ્મરણો રજૂ કર્યા. પ્રા .પ્રતિમાબેન શુક્લએ સભા સંચાલન કર્યું. પ્રા.ડો. કે.પી વાળા સાહેબે આભાર દર્શન કર્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ, સર્વોદય સરસ્વતી મંદિરનો તમામ સ્ટાફ,  તથા વિદ્યાર્થી ભાઈ બહેનોનો ઘણો સહકાર મળ્યો. શિબિરાર્થી બહેનોએ સંઘ ગાન રજૂ કર્યું તથા રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
 
કાર્યક્રમમાં પોસ્ટ બેઝિક હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હરગોવિંદભાઈ પંડ્યાએ તેમની સંગીત ટુકડી સાથે સ્વાગત ગીત રજૂ કર્યું. કાર્યક્રમમાં હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ લાભુબેન, ગામના આગેવાનો, પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સુમિત્રાબેન ,અતુલભાઇ મહેતા વગેરેની વિશેષ ઉપસ્થિતિ હતી.શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ,ઉપપ્રમુખ,મેનેજીંગ ટ્રસ્ટી તથા ટ્રસ્ટીશ્રીઓએ કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવેલ. એન.એસ.એસના ખાસ શિબિર માટે સંસ્થાના નિયામક મંદાકિની પૂરોહિતનો વિશેષ સહયોગ સાંપડ્યો.
બિપીન પાંધી સાવરકુંડલા