લાઠી પ્રાંત બ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતા માં જન સંવાદ કાર્યક્રમ નું આયોજન
લાઠી પ્રાંત કચેરી ખાતે પ્રાંત નાયબ કલેકટર વ પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતા માં જન સંવાદ કાર્યક્રમ યોજાયો સ્થાનિક ધારાસભ્ય નગરપાલિકા ના પ્રમુખો સભ્યો ખાનગી અને સરકારી આરોગ્ય સંસ્થાઓ ના તબીબો ની હાજરી માં આરોગ્ય સેવાઓ ને લગતા જનસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા કરવા માં આવતી તમામ કામગીરી ની વિગતવાર માહિતી આપી હતી. તેમજ ગત વર્ષ દરમિયાન લક્ષ્યાંક સામે થયેલ કામગીરી ની સિદ્ધિઓ જણાવી હતી. તેમજ ચાલુ વર્ષ દરમિયાન કરવામાં આવેલ આયોજન ની માહિતી આપી હતી. માતૃ બાળ કલ્યાણ, શાળા આરોગ્ય કાર્યક્રમ, ટીબી નિર્મૂલન વગેરે કામગીરી માં સરકારી વિભાગો નું સંકલન અને જન ભાગીદારી છેવાડા ના લાભાર્થી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચે તે માટે ની રૂપરેખા આ કાર્યક્રમ માં રજૂ કરી હતી. રિપોર્ટ નટવરલાલ ભાતિયા