ગાંધીનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓને વધુ સારી તૈયારી કરાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લાની શાળાઓમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પેટર્ન મુજબની પ્રેક્ટિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
આ પરીક્ષા માટે જિલ્લાના 50થી વધુ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા બોર્ડ સ્ટાઈલના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશ્નપત્રોની PDF તમામ શાળાઓને મોકલી આપવામાં આવી છે.
ધોરણ 10માં 26,163 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12માં વાણિજ્ય પ્રવાહમાં 9,411, વિજ્ઞાન પ્રવાહમાં 1,182 અને વિનયન પ્રવાહમાં 5,832 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 20મી જાન્યુઆરીથી શરૂ થઈ છે, જે 29મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે.
આ પ્રેક્ટિસ પરીક્ષાથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની પેટર્ન સમજવામાં મદદ મળશે અને તેઓ વધુ સારા પરિણામો મેળવી શકશે. શાળા સંચાલકો અને આચાર્યોને આ પ્રેક્ટિસ પરીક્ષા યોજવાની સૂચના આપવામાં આવી છે.