“આપણું આરોગ્ય આપણા” હાથમાં
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા દ્વારા આરોગ્ય માર્ગદર્શન શિબિર યોજાય
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા આપણું આરોગ્ય આપણા હાથમાં એ આરોગ્ય અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ના મોટા માંડવડા ગામના ગાયત્રી પરિવાર મહિલા મંડળ ની બહેનો માટે, કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક મહિલા કેન્સર જાગૃતિ સેમીનાર યોજાય ગયો. જેમાં આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ ના મહિલા કાર્યકર શ્રી મિતાબેન જોષી એ જરૂરી માર્ગદર્શન આપેલ, તેમજ બ્રેસ્ટ કેન્સર નું ચેકઅપ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. આ સેમીનાર માં ૩૫ જેટલા બહેનો સહભાગી બનેલ તેમ સંસ્થા ના કાર્યકર તુપ્તીબેન પંડીત ની એક અખબારી યાદીમાં જણાવાયું છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


