Gujarat

કુદરતી સંપતિ ઉપર સરકારી ની માલિકી કે સમાજ ની ?

કુદરતી સંપતિ ઉપર સરકારી ની માલિકી કે સમાજ ની ?

વિનિવેશન સરકારી એકમો નું ખાનગીકરણ એક પ્રકાર ની લૂંટ કોર્પોરેટ કંપની નફા માં બખા કરાવી આપતી વ્યવસ્થા

એક સમયે ૫૦ વધુ નિગમો હતા આજે આંગળી ના વેઢે ગણી શકાય એટલા જ

ST પરિવહન ના વર્ક શોપ માં એક સમયે દિવસ ની ૪ નવી બસો બનતી હતી

સરકાર ની ખોટી નીતિ સામે ચાલતા અનેક આંદોલનો ને દમનકારી નીતિ થી ભલે દબાવી દેવાય પણ અન્યાય આખરે અન્યાય જ છે સરકાર ટ્રસ્ટી છે કે માલિક ? કુદરતી સંપતિ નું સંચાલન કરવાનું હોય કે વેચાણ ?
લેન્ડ ડેવલપમેન્ટ કરોડો ની કમાણી માટે વેચાણ પર ના સઘળા પ્રતિબંધો દૂર કરી વસવાટ માટે નક્કી કરેલ મર્યાદિત અંતર જ રહે તેવા કાયદા દૂર કરી (NA) નોન એગ્રીકલ્ચર ની દરેક અડચણો દૂર કરી અતિ ઝડપી સરળીકરણ પછી તો વિદેશી કંપની ઓ માટે ખુદ સરકાર જ હજારો એકર ના જથ્થાબંધ આપવા ઉપરાંત મજૂર રક્ષણ કરતા કાયદા ની બાદબાકી કરી ને સબસીડી વેરા માફી સહિત ની સગવડો સાથે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) ના નામે રાજ્ય સરકારે જ ધોલેરા પાસે ગ્રુપ બંદર ૨૫૦૦૦ એકર માં અદાણી ગ્રુપ નું સેઝ ઉપરાંત અનેક રોકાણકારો ના નામો આપી ઝાકમજોળ ઉભી કરી (MOU) બિઝનેસ સમિટ ના નામે એક સમયે ધોળકા ધોલેરા અમદાવાદ જેવા ઉપનગરો આસપાસ રીતસર સરકારે લ્હાણી શરૂ કરી હતી SEZ ના નામે ફાળવેલ જમીનો માંથી ૨૦ ટકા ખરા હેતુ માં ઉપીયોગ બાકી ૮૦ ટકા જમીનો ઉપર આવાસ હોટલ ગોલ્ફ મેદાનો સ્વીમીંગ પુલ પાર્ક જેવી સુવિધા ઉભી કરી દેવાય છે પશ્ચિમ બંગાળ માંથી મમતા બેનર્જી ના પ્રબળ વિરોધ પછી ગુજરાત ખસેડાયેલ નેનો પ્રોજેકટ નો એટલો જોરશોર થી પ્રચાસ પ્રચાર કરાયો કે રાજ્ય માં જાણે રોડ રસ્તા ઉપર સર્વત્ર નેનો ગાડી ઓ જ દેખવાની હોય ઘર આંગણે રોજગારી મળવાની હોય તેમ ડમરી ચડાવી હતી પણ આવું કંઈ થયું નહિ દેશ માં હજારો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપવા હોડ વચ્ચે ગુજરાત માં ૨૦ જેટલા વિસ્તારો પસંદ કરાયેલ જેમાં જામનગર કચ્છ મુદ્રા સહિત ના વિસ્તારો ની પસંદગી કરાયેલ રાત્રી એ સ્વપ્ના આવે તે સારી વાત છે પણ રાજ્ય ની સરકાર ને દિવસે સ્વપ્ના આવવા લાગતા અનેક ઉદ્યોગો ને પાણી મુલે સરકારી જમીનો ની લ્હાણી કરી પણ કોઈ ભોજો ભાઈ પણ રોકાણ કે સ્થાનિક રોજગારી આપી શક્યું નહીં અને બીજી તરફ હજારો હાથ ને હુન્નર કૌશલ્ય અને રોજગારી આપવા સમર્થ સરકારી એકમો નું ખાનગીકરણ કરી રીતસર વેપાર કરવા લાગી ચૂંટાયેલા સરકારો ત્યારથી જ અધોગતિ ની શરૂઆત થઈ એક સમયે માત્ર ગુજરાત રાજ્ય માંજ ૫૦ થી વધુ નિગમો હતા ૧.ગુજરાત વિધુત બોર્ડ ૨. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ૩.ગુજરાત હાઉસિંગ બોર્ડ .૪ ગુજરાત નાણાં નિગમ ૫.ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ૬.ખનીજ નિગમ ૭ વખાર નિગમ ૮ ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ ૯ નિકાસ નિગમ ૧૦ ખેત ઉદ્યોગ નિગમ ૧૧ ટેક્ષ ટાઇલ્સ નિગમ ૧૨ મત્સ્ય ઉદ્યોગ નિગમ ૧૩ લઘુ ઉદ્યોગ નિગમ ૧૪ ડેરી વિકાસ નિગમ ૧૫ હાથશાળ હસ્તકલા વિકાસ નિગમ ૧૬ બાંધકામ નિગમ ૧૭ જળ સંપત્તિ વિકાસ નિગમ ૧૮ રૂરલ હાઉસિંગ બોર્ડ ૧૯ ગંદા વસવાટ નાબુદી નિગમ ૨૦ બીજ નિગમ ૨૧ પ્રવાસન નિગમ ૨૨ કોમ્યુનિકેશન એન્ડ ઇલેટ્રોનિક લી ૨૩ ઘેટાં ઉંન વિકાસ નિગમ ૨૪ વન વિકાસ નિગમ ૨૫ જમીન વિકાસ નિગમ ૨૬ ગ્રામ વિકાસ નિગમ ૨૭ રાજ્ય ટ્રેકટર નિગમ ૨૮ અન્ન પુરવઠા નિગમ ૨૯ મેરી ટાઈમ નિગમ ૩૦ ગ્રામ ઉદ્યોગ નિગમ ૩૧ હાથશાળ વિકાસ નિગમ ૩૨ પાણી પુરવઠા બોર્ડ ૩૩ પેટ્રોલિયમ નિગમ ૩૪ મૂડી રોકાણ નિગમ ૩૫ મહિલા વિકાસ નિગમ ૩૬ ચર્મો ઉદ્યોગ નિગમ ૩૭ નાણાં સેવા નિગમ ૩૮
અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ૩૯ રાજ્ય પોલીસ આવાસ નિગમ ૪૦ સરદાર નર્મદા નિગમ ૪૧ ડાયમંડ વિકાસ નિગમ ૪૨ બાળ અને મહિલા ૪૩ સમાજ કલ્યાણ બોર્ડ ૪૪ પંચાયત સેવા પસંદગી બોર્ડ ૪૫ ગૌચર વિકાસ બોર્ડ ૪૬ આદિજાતિ વિકાસ નિગમ ૪૭ ગુજરાત જમીન વિહોણા મજૂર હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ ૪૮ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ ૪૯ પરીક્ષા બોર્ડ ૫૦ બિન અનામત આયોગ ૫૧ ડો આંબેકડર વિકાસ નિગમ ૫૨ વિચરતી જાતિ વિકાસ નિગમ ૫૩ અલ્પ સંખ્યક નાણાં વિકાસ ૫૪ ઠાકોર અને કોળી વિકાસ નિગમ ૫૫ ગોપાલક વિકાસ નિગમ ૫૬ સફાઈ કામદાર વિકાસ નિગમ જેવા અનેક એકમો કાર્યરત હતા આ એકમો પેકી અત્યારે એસ ટી પરિવહન એકમ ભાંગી રહ્યું છે એક સમયે દિવસ ની ૪ બસો બનતી એ અમદાવાદ વર્ક શોપ આજે ખડેર બનવા તરફ જઈ રહ્યું છે આજે આરોગ્ય ક્ષેત્રે પણ ખાનગી સંચાલન સેવા મટી આવક ના સાધન તરીકે અપાઈ છે
સમય ચલણ અને સત્તા ઓ ભલે બદલાય
પણ વલણ વાયદા અને વ્હાલ પણ બદલાતા રહ્યા છે સરકાર જાહેર સંપતિ ના સંચાલન માટે ટ્રસ્ટી છે કે માલિક ? બધું વેચવા તૈયાર કેમ ?

નટવરલાલ ભાતિયા

IMG-20250726-WA0120.jpg