Gujarat

ઊંઝા-બ્રાહ્મણવાડા હાઈવે પર ટ્રકે કારને ટક્કર મારતાં પાલનપુરના દંપતીને ઈજા

પાલનપુરનું દંપતી ઇંગ્લેન્ડથી આવેલા પુત્રને લેવા અમદાવાદ ગયા હતા. પાછા ફરતી વખતે ઊંઝા-બ્રાહ્મણવાડા હાઈવે પર તેમની કારને ટ્રકે ટક્કર મારતાં દંપતીને નાની-મોટી ઈજાઓ પહોંચતાં સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતાં.અકસ્માતથી કારને પણ નુકસાન થયું હતું.

પાલનપુરના તિરૂપતિ બંગલોઝમાં રહેતા શૈલેષકુમાર રાજગોર અને તેમની પત્ની હિનાબેન કારમાં જઈ રહ્યા હતા. દંપતી અમદાવાદથી ઇંગ્લેન્ડથી આવેલા તેમના પુત્રને લઈને પરત ફરી રહ્યા હતા.

ત્યારે બ્રાહ્મણવાડા હાઈવે પરથી પસાર થતી વખતે ટ્રક ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી અચાનક જમણી બાજુ કટ લેતા કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં પતિ-પત્નીને નાની-મોટી ઈજાઓ થતાં ઊંઝા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા હતા.શૈલેષભાઈની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે આઈશર ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.