Gujarat

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો

રિપોર્ટ વિનોદ રાવળ,ગોધરા::

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલના માધ્યમથી મુક બધીર (વાણી અને ભાષાની અશક્તતા) અને અસ્થિ વિષયક (હલનચલનની અશકતતા) ૪૦ થી ૬૦ ટકા દિવ્યાંગતા ધરાવતા મહીલા અને પુરુષ ઉમેદવારો માટે ગોધરા – દાહોદ હાઇવે રોડ પર આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન(હોલ), ગોધરા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં ૧૦૦ થી વધુ વેરહાઉસ એસોસીએટની જગ્યાઓ માટે અમદાવાદ જિલ્લાની એમેઝોન સેલર સર્વિસ પ્રા.લી. એકમ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લાના કુલ ૩૫ જેટલાં દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો હતો.આ રોજગાર ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ગોધરાના અધિકારી- પ્રતિનિધિઓ દ્વારા વિવિધ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વર્ષની વયના અનુભવી તેમજ બિન અનુભવી તમામ રોજગાર વાંચ્છુક દિવ્યાંગ ઉમેદવારોને નેશનલ કૈરિયર સર્વિસ સેન્ટર, અમદાવાદ ખાતે કાર્યરત ઓટો મોબાઇલ રીપેરીંગ, ઇલેક્ટ્રિકલ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, રેફ્રિજરેટર અને એર કન્ડિશનિંગ, જનરલ મિકેનિકની નિ:શુલ્ક તાલીમ અને શિષ્યવૃતિ તથા મહિલા દિવ્યાંગ ઉમેદવારો માટે નેશનલ કૈરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે કાર્યરત કોમ્પ્યુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેકેટ્રિયલ પ્રેક્ટિસ, ડ્રેસ મેકિંગ જેવા કોર્ષની નિ:શુલ્ક તાલીમ અને શિષ્યવૃતિ અંગેનું માર્ગદર્શન, સ્વ રોજગાર તાલીમ માર્ગદર્શન અને ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે યોજનાકીય માહિતી આપવામાં આવી હોવાનું જિલ્લા વિનિમય રોજગાર કચેરી,પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

IMG-20250311-WA0083-1.jpg IMG-20250311-WA0080-2.jpg IMG-20250311-WA0082-0.jpg