Gujarat

સાવરકુંડલા લુહાર સમાજનું ગૌરવ એવા પરમ ધર્મેશભાઈ ચુડાસમાનું જેતપુર મુકામે ભારતના કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદહસ્તે સન્માન થયું

સાવરકુંડલા લુહાર સમાજનું ગૌરવ એવાં ચી . પરમ ધરમેશભાઈ ચુડાસમાનું ભારતના કેન્દ્રીય રમતગમત શ્રી મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે જેતપુર મુકામે સન્માન કરવામા આવ્યુ.આમ સાવરકુંડલા શહેર તેમજ લુહાર સમાજનું નામ રોશન કર્યું.
ચિ પરમે જાપાન મુકામે યોજાયેલ બેઝબોલ સ્પધૉમાં અંડર ૧૨ બોઝબોલ ઈન્ડિયન ટીમ વતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો.
હાલ  પરમ સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યો છે જો કે આ તકે સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલ નવસર્જનના વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના વડા પ પૂ શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજી સ્વામી શ્રી દ્રારા પરમને તેમની આ સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવેલ
બિપીન પાંધી સાવરકુંડલા