Gujarat

રાપર સ્વામિનારાયણ ગુરુકુળમાં આનંદ મેળા દ્વારા વર્ષને વિદાય અપાઈ, છાત્રો સાથે વાલીગણ પણ સહભાગી થયા

તાલુકા મથક રાપરના ચિત્રોડ હાઇવે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં છેલ્લા ત્રણ વર્ષથી વર્ષના અંતિમ દિને આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. શાળાના મેદાનમાં આયોજિત આનંદ મેળાની શરૂઆત સાંજે 4 વાગ્યે થઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ વિજ્ઞાન સ્વરુપદાસજી સ્વામી અને સંચાલક સ્વામી ડૉ. અક્ષર મુની તથા શાસ્ત્રી સર્વમંગલ સ્વામીના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો.

આનંદ મેળાના આયોજનમાં પ્રથમ સંસ્થાન મેનેજર રાજન મહારાજ, શાળાના આચાર્ય રાવતસિંહ બી. ગોહિલ, સર્વે શિક્ષક ગણ તેમજ રાપર શહેરમાંથી પધારેલા હરિભક્તો અને મહેમાનો દ્વારા ભગવાન ઘનશ્યામ મહારાજની આરતી કરાય હતી અને બાદમાં આનંદ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થી ભાઈઓ – બહેનો દ્વારા શાળાના પટાંગણ માં મંડપ સમીયાનો બાંધી વિવિધ પ્રકારના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જેમાં વડાપાઉ, દાબેલી, પાણીપુરી, સમોસા, પીઝા, ગરમાગરમ ગોટા, ઢોકળા, ભેળ એવા વિવિધ પ્રકારના ખાણી પીણીના 44 જેટલા સ્ટોલ, 12 જેટલી ગેમઝોન, 3 જમ્પિંગના સ્ટોલ બનાવ્યા હતા. આનંદ મેળામાં શાળાના તમામ શિક્ષક સ્ટાફ પરિવાર, શાળાના વિદ્યાર્થી અને આનંદ મેળામાં માણવા માટે વાલીગણ તથા રાપર શહેરની જાહેર જનતા વિશાળ સંખ્યામાં હાજર રહી અલગ અલગ સ્ટોલ ઉપરથી વિવિધ પ્રકારની ખરીદી કરી આનંદ મેળાની મજા માણી હતી.

સ્વામિનારાયણ ગુરુકુળના હોસ્ટેલ ના બાળકો પણ આનંદ મેળામાં ઉત્સાહ સાથે ભાગ લઈને પોતાના સ્ટોલ બનાવ્યા હતા.સંચાલક સ્વામીએ સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.આનંદ મેળા માટે ખાસ વ્યવસ્થા રાજન મહારાજ રમેશભાઈ.કે.ડામોર તથા રવજીભાઈ અખીયાણી ને સોંપવામાં આવી હતી. જેમાં શાળાના તમામ શિક્ષક સ્ટાફ તરફથી સહયોગ રહ્યો હતો. મોડી સાંજે આનંદમેળો સમાપ્ત કરવામાં આવ્યો હતો સમાપન રાવત સિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આનંદ મેળા બાદ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા રાસોત્સવ યોજાયો હતો જેમા બાળકો ઉત્સાહથી રાસ રમ્યા હતા.