રાજકોટ “ઓપરેશન કારાવાસ” સબ જેલમાંથી વચગાળાનાં જામીનની રજા ઉપરથી ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.
રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ કેદીઓને પકડવા સારુ “ઓપરેશન કારાવાસ” ડ્રાઈવ ચાલતી હોય જેઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે હકિકત મળેલ કે આજથી ત્રણેક વર્ષ પહેલા તરણેતરના મેળા સમયે પીકઅપ વાહનમા પેસેન્જર સાથે માથાકુટ થવાના કારણે ત્રણ આરોપીએ પીકઅપ ચાલક દેવરાજભાઈ ઘુઘાભાઈ સોલંકીને ઈંટોના ઘા મારી મોત નિપજાવેલ હોય જે સબબ ચોટીલા પો.સ્ટે. IPC કલમ-૩૦૨,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે ગુન્હાનો સુરેંદ્રનગર સબ જેલના કાચા કામનો ખુન કેસનો આરોપી વિજય ઉર્ફે વિજલો નાથાભાઈ સોલંકી છેલ્લા ચાર માસથી ફરાર છે જે હાલ રાજકોટ આજી GIDC માં હોવાની ચોક્કસ હકિકત મળેલ હોય જે આધારે તપાસ કરતા ફરાર રાજકોટ શહેર આજીડેમ વિસ્તારના આનંદનગર ખાતેથી મળી આવતા પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી સુરેંદ્રનગર સબ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરવામા આવેલ છે. વિજય ઉર્ફે વિજલો નાથાભાઈ સોલંકી ઉ.૩૦ રહે,આંનદનગર શેરીનં-૩ પાણીના ટાંકા પાસે આજીડેમ GIDC રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


