અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારથી ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની અનેક ફ્લાઈટ્સમાં ડીલે થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ડીલેને કારણે નારાજ થયેલા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ આજે સવારથી જ મોડી પડી રહી છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં મુસાફરો 2 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી જ અમદાવાદ એરપોર્ટ પર ફસાયા હતા.
ગઈકાલ સાંજથી થઈ રહેલી ફ્લાઈટમાં ડીલે અને એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરો એરપોર્ટ પર હોબાળો કરી રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. જેમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે.
જ્વાળામુખીની રાખ અને હવામાનની અસર આ વિડિયોમાં એરપોર્ટના ચેક-ઇન કાઉન્ટર પર લોકોના ટોળા વચ્ચે થતી દલીલ જોવા મળી હતી. જેમાં કાઉન્ટર પરના અધિકારી વારંવાર પાંચ મિનિટ, પાંચ મિનિટ કહી રહ્યા છે અને મુસાફરો રોષે ભરાઈને કેટલો ટાઈમ લાગશે તેની વિશે ઉકેલની માંગણી કરતા જોવા મળી રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી ઇથોપિયાના જ્વાળામુખીની રાખ, શિયાળાના હવામાનને કારણે અનેક ફ્લાઈટ પર અસર જોવા મળી રહી છે ઘણી ફ્લાઈટ ડીલે થતી હોય છે તો ઘણી ફ્લાઇટ કેન્સલ કરવી પડતી હોય છે પરંતુ અત્યારે એર બલસે જારી કરેલી એડવાઈઝરીના પગલે ઈન્ડિગો દ્વારા તેના A320 એરક્રાફ્ટના કાફલામાં અપગ્રેડેશન ચાલી રહ્યું હોવાથી ફ્લાઇટ ડીલે થઈ રહી છે.
સોલર રેડીએશનથી ફ્લાઈટ કંટ્રોલને નુકસાન થતું અટકાવવા માટે આ અપડેટ કરવું જરૂરી છે. એના કારણે ફ્લાઇટ ડીલે થઈ રહી છે. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળતા આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે એરપોર્ટ તરફથી મુસાફરો માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. જેથી મુસાફરો રોેષે ભરાયા છે.

