Gujarat

રાજકોટ ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૧૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન મહીપાલસિંહ દશરથસિંહ, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, હરદેવસિંહ જગતસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલની સામે રોડ ઉપર થી ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) અફઝલશા અનવરશા પઠાણ ઉ.૨૫ રહે.ભાડલા (ભંડારીયા) ગામ ગેલમાંના મંદીરની આગળ તા.જસદણ જી.રાજકોટ (૨) શાહરૂખ નુરાભાઇ સર્વદી ઉ.૨૪ રહે.સાગર એપાર્ટમેન્ટ, હૈદરી ચોક, દુધ સાગર રોડ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૬ કિ.રૂા.૨૪,૨૨૮ CNG ઓટો રીક્ષા નં.GJ-03-BX-8130 કિ.રૂા.૧,૫૦,૦૦૦ કુલ કિ.રૂા.૧,૭૪,૨૨૮ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250116-WA0090.jpg