Gujarat

રાજકોટ પરી ટ્રાવેલ્સ નામની બસમાં ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા બે ઇસમોને જથ્થા સાથે પકડી પાડતી PCB શાખા.

રાજકોટ પરી ટ્રાવેલ્સ નામની બસમાં ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા બે ઇસમોને જથ્થા સાથે પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા ને મળેલ સયુંકત હકીકત આધારે પરી ટ્રાવેલ્સ નામની બસમાં ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા બે ઇસમોને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ગોંડલ ચોકડી થી ગોંડલ તરફ જતા હાઇ-વે શિવ શકિત હોટલ પહેલા સર્વિસ રોડ ઉપરથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) વિજય વિક્રમસિંહ હટીલા ઉ.૨૭ રહે.કુશલપુરા ગામ તા.રાનાપુર થાણા-તંજાવની જી.જાબુઆ (મધ્યપ્રદેશ) (૨) ફીરોજ અહેમદભાઇ અગવાન ઉ.૩૨ રહે.જુના માર્કેટીંગ યાર્ડ પાછળ રાજકોટ મુળ રહે.વરતેજ તા.જી.ભાવનગર. અશોક લેલન બસ નં.MP09FA9995 કિ.રૂા.૧૫,૦૦,૦૦૦ ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૦૫૬ કિ.રૂા.૩,૨૯,૪૭૨ મળી કુલ કિ.રૂા.૧૮,૨૯,૪૭૨ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251219-WA0098.jpg