Gujarat

રાજકોટ ખુલ્લા પ્લોટમાં વાહનમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ ખુલ્લા પ્લોટમાં વાહનમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સંતોષભાઇ મોરી તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા હિરેન્દ્રસિંહ પરમાર નાઓને મળેલ હકીકત આધારે મવડી રોયલ આલાપ રોડ શ્રી.ગણેશ લોન્ડ્રી નામની દુકાન સામે આવેલ ખુલ્લા પ્લોટમાં ટાટા ACE ગોલ્ડ માલ વાહક વાહનમાંથી દેશીદારૂ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. અનીલ હમીરભાઇ ચૌહાણ ઉ.૩૧ રહે.વડ વાજડી ગામ સહજાનંદ પાર્ક બ્લોક નં.૧ તા.લોધીકા જી.રાજકોટ. દેશીદારૂ લીટર-૧૦૨૦ કિ.રૂા.૨,૦૪,૦૦૦ ટાટા ACE ગોલ્ડ માલ વાહક વાહન નં.GJ-18-BT-6779 કિ.રૂા.૮,૦૦૦૦ મળી કુલ કિ.રૂા.૨,૮૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250809-WA0051.jpg