રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૨૪/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. ખોડીયાનગર શેરીનં.૨૫ મોમાઇ ડેરી પાસે આરોપીના રહેણાંક મકાનમાં રાજકોટ. (૧) જગદીશ ભુપતભાઈ ભોજક ઉ.૨૩ રહે.ખોડીયારનગર આજી વસાહત શેરીનં.૩૩ રાજકોટ. ભારતીય ઇંગ્લીશ બનાવટની દારૂની બોટલ નંગ-૬૦ કિ.રૂા.૩૩,૬૬૦ નો મુદ્દામાલ, ૧૫૦ ફુટ રીંગ રોડ ફોરચ્યુન હોટેલ સામેની શેરી આંબેડકરનગર (૨) હિતેષ ઉર્ફે બેરો છગનભાઇ સોલંકી ઉ.૨૨ રહે.આંબેડકરનગર શેરીનં.૧૪ રાજકોટ. ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૨ કિ.રૂા.૪૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

