રાજકોટ બેડી ચોકડી થી માલીયાસણ ચોકડી પરથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૨૦/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ દશરથસિંહ, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, હરદેવસિંહ જગતસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે બેડી ચોકડી થી માલીયાસણ ચોકડી તરફ જતા પુલ નીચે આવેલ ગોપાલ રેસીડેન્સી શેરીનં.૧ ના ખુણે કોટેશ્વર મહાદેવના મંદીર પાસે રોડ ઉપર થી હોન્ડા સીટી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. મગનભાઇ રાયસીંગભાઇ રોજાસરા ઉ.૪૩ રહે.ગ્રીન લેન્ડ ચોકડી પાસે શીવનગર શેરીનં.૧ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૨૪ કિ.રૂા.૨,૦૫,૧૪૦, હોન્ડા સીટી કાર નં.GJ-03-FD-0985 કિ.૪,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૬,૦૫,૧૪૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


