રાજકોટ ગ્રામ્યના લીસ્ટેડ બુટલેગરને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB.
રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકાર અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઇ બાવળીયા ની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય. PCB એમ.આર.ગોંડલીયા એ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્રારા ઇસમની ગુન્હાહીત પ્રવૃતિ તથા ગુન્હા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઈ બાવળીયા ઉ.૩૦ રહે.મોટા માત્રા ગામ તા.વીંછીયા જી.રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.