રાજકોટ કાલાવડ રોડ પર કારમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા ઇસમને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૧૪/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણા ને મળેલ હકીકત આધારે કાલાવાડ રોડ ઓવર બ્રીજ નીચે આવેલ પે એન્ડ પાર્કીંગમાંથી ટોયોટા કારની પાછળની સીટમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂની હેરફેર કરતા એક ઇસમને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. પરેશભાઇ ભરતભાઇ જોગી ઉ.૩૮ રહે.શકિત સોસાયટી શેરીનં.૪ દુધ સાગર રોડ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલો તથા ટોયોટા ઇટીઓસ કાર નં.GJ-03-EC-9414 કિ.રૂા.૧,૫૦,૦૦૦ કુલ કિ.રૂા.૨,૮૪,૬૯૨ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


