રાજકોટ પટેલનગર પાસે મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો અલગ-અલગ બ્રાન્ડનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૨૪/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB/P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ચૌહાણ તથા હરદેવસિંહ રાણા નાઓને મળેલ હકીકત આધારે પટેલનગર સદ્દભાવના સોસાયટી શેરીનં.૩ ખોડીયાર ઓટો સર્વિસ ની સામે આવેલ મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો અલગ-અલગ બ્રાન્ડ નો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૭૮૦ કિ.૨૬,૬૮,૬૮૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.