રાજકોટ-ખેરડી ગામ રોડ ઉપર થી કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૧૨/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ રામદેવસિંહ, વિજયભાઇ ઉકાભાઇ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ખેરડી ગામ રોડ ઉપર થી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. દિપકભાઈ વલ્લભભાઈ મકવાણા રહે.માજોઠીનગરના ખુણે હનુમાનજીદાદાના મંદીરની સામે દુધસાગર રોડ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂા.૫૬,૫૩૨, બોટલ નંગ-૮૪ કિ.રૂા.૫૭,૬૨૪, ક્રેટા કાર નં.GJ-03-PA-6201 કિ.રૂા.૧૦,૦૦,૦૦૦, કુલ કિ.રૂા.૧૧,૧૪,૧૫૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.