રાજકોટ હુડકો ચોકડી બ્રહ્માણી હોલની સામેથી દેશી દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૧૨/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ વિક્રમસિંહ તથા વાલજીભાઇ જીવાભાઇ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે કોઠારીયા મેઇન રોડ હુડકો ચોકડી પાસે બ્રહ્માણી હોલની સામે રોડ ઉપર થી હ્યુન્ડાઇ વેન્યુ કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. એભલભાઇ હિમતભાઇ સોલંકી ઉ.૩૫ રહે.ગોકુલ પાર્ક શેરીનં.૨ કોઠારીયા રોડ રાજકોટ મુળ.કાનપરા તા.જસદણ જી.રાજકોટ. દેશી દારૂ લીટર-૧૦૦ કિ.રૂા.૨૦,૦૦૦ હ્યુન્ડાઇ વેન્યુ કાર નં.GJ-03-NP-3121 કિ.રૂા.૮,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૮,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.