રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી થી માર્કેટીંગ યાર્ડ સર્વીસ રોડ તરફથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૧૮/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના એમ.જે.હુણ તથા PCB ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન કિરતસિંહ વિક્રમસિંહ તથા વાલજીભાઇ જીવાભાઇ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ગ્રીનલેન્ડ ચોકડી થી માર્કેટીંગ યાર્ડ તરફ જવાના રસ્તે મોમાઇ.ટી.સ્ટોલ પહેલા સર્વીસ રોડ ઉપર થી લોખંડના ઇલેકટ્રીક પેનલના બોકસમાં કવરીંગ કરી તીર્થ ટ્રાવેલ્સની બસમાં વાપી ખાતેથી મોકલાવામાં આવેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. મારૂતી કંપનીની સુપર કેરી નં.GJ-02-AT-3919 નો ચાલક દારૂનો જથ્થો લેનાર અજાણ્યો ઇસમ, લોખંડના ઇલેકટ્રીક પેનલના બોકસ નંગ-૧૪ કિ.રૂા.૧૪,૦૦૦ કુલ બોટલ નંગ-૨૪૭૨ કુલ કિ.રૂા.૩,૯૭,૨૪૬ મળી કિ.રૂા.૭,૧૧,૨૪૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


