Gujarat

PGVCLએ પ્રોટેક્શન વૉલ બનાવવાનું કાર્ય શરૂ કર્યું, PWDની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ

જૂનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજા પાસે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. દરવાજાની પાછળની દીવાલમાં તિરાડો પડી છે અને તે નમી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા વચ્ચે પીજીવીસીએલે સ્વયં પહેલ કરી છે.

પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર વી.કે. ચાંડપાએ જણાવ્યા મુજબ, હેરિટેજ બિલ્ડિંગને નુકસાન અને સંભવિત જાનહાનિ અટકાવવા માટે પ્રોટેક્શન વૉલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા પીજીવીસીએલે આ પગલું ભર્યું છે.

અમૃત દેસાઈએ જણાવ્યું હતું કે જૂનાગઢ પૌરાણિક નગરી અને હેરિટેજ બિલ્ડિંગોથી ભરપૂર આ નગરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢના વિકાસ માટે ખૂબ મોટી રકમ ફાળવી રહી છે. પરંતુ સ્થાનિક તંત્રની ભ્રષ્ટાચારી નીતિના કારણે જૂનાગઢનું સ્થાપત્ય જાળવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. મજેવડી દરવાજાનું જે રિનોવેશન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ મોટો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ અહીંના સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ખર્ચ એળે ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને હાલમાં હેરિટેજ બિલ્ડિગોની જાળવણીમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. રાજ્ય સરકારના પીડબ્લ્યુડી વિભાગ અને પુરાતત્વ વિભાગ આ સ્થાપત્યો જાળવવામાં ઉદાસિનતા દાખવી બાકી રહી છે. ત્યારે જૂનાગઢના હેરિટેજ બિલ્ડિંગો જાળવવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે. મજેવડી દરવાજાનું જે સમયે રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે પણ મીડિયામાં નિવેદન આપી તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ કામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અને આપણે ત્યાં ચારના કારણે રાજ્ય સરકારના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. જ્યારે લોકોએ રસ્તા ભ્રષ્ટાચાર વિહીન જૂનાગઢ કરવા પ્રયાસ કરવો પડશે.

પીજીવીસીએલ સર્કલ ઓફિસ જૂનાગઢ ડે .એન્જિનિયર વી. કે ચાંડપાએ જણાવ્યું હતું કે, હાલ પીજીવીસીએલ દ્વારા જે મજેવડી દરવાજા નજીક પ્રોટેક્શન હોલ બનાવવામાં આવી રહી છે. જ્યારે મજેવડી ગેટની પાછળની દીવાલ નમી ગયેલી છે, જેના કારણે તે દીવાલ ન પડે અને બિલ્ડિંગને નુકસાન ન થાય તેના માટે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે. જે દીવાલમાં તિરાડ પડી ગઈ છે, જેને લઈ કોઈ જાનહાની ન સર્જાય જેના કારણે આ પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી રહી છે. તંત્રને આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેના દ્વારા કોઈ જવાબ ન મળતાં પીજીવીસીએલ દ્વારા આ પ્રોટેક્શન માટે દીવાલ બનાવવામાં આવી રહી છે.