નખત્રાણામાં પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. નાયબ પોલીસ અધિક્ષક બી.બી.ભગોરાની સૂચના અને પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડ્રાઈવ દરમિયાન બે ઓવરલોડ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આઠ ઓવરલોડ વાહનોને આરટીઓ નોટિસ આપવામાં આવી હતી.
ચાર વાહનોને RUPD/SUPD સેફ્ટી ગાર્ડ માટે નોટિસ અપાઈ હતી. બે વાહનોને રેડિયમ માટે અને બે વાહનોને HSRP માટે નોટિસ આપવામાં આવી હતી.
વધુમાં, એક વાહનને PUC સર્ટિફિકેટ માટે, બે વાહનોને વીમા માટે અને એક વાહનને ડ્રાઈવિંગ લાઈસન્સ વગર ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.મકવાણા અને આરટીઓ ઈન્સ્પેક્ટર દેશ પ્રજાપતિની આગેવાની હેઠળ નખત્રાણા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.