જાહેરમાં જુગાર રમતા ત્રણ શકુનિઓને બાટવા પોલીસે પકડી પડ્યા
જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્દેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાઓની સચુના મુજબ દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાના માર્ગદર્શન આધારે તેમજ તેમજ શ્રી બી.સી.ઠક્કર સાહેબ પોલિસ અધીક્ષક કેશોદ વિભાગ કેશોદના સુપરવિઝન હેઠળ પ્રવર્તમાન સમયમાં દારુ-જુગારની બંદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમોને દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સૂચના કરેલ હોય જેથી આ કામે બાંટવા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી એમ.એચ. હિરપરા તથા બોટવા પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી આવી ગે.કા પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા પો.હેડ કૉન્સ વિક્રમસિંહ બહાદુરસિંહ ચાવડા નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે બાંટવા ચુનારાવાસ પાછળના ભાગે બાવળની કાંટમાં જાહેરમાં અમુક ઇસમો ઘોડીપાસાનો હારજીતનો જુગાર રમી ગેરકાયદેસર પ્રવ્રુતી ચાલે છે. જેથી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બટિવા ચુનારાવાસ પાછળના ભાગે બાવળની કાંટમાં જાહેરમાં કુલ આરોપી-૩ ને રોકડા રૂ.૧૧,૨૮૦/- તથા થોડીપાસા-૦૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૨૮૦/- ના મુદામાલ સાથે ત્રણેય ઇસમોને પકડી પાડેલ અને તમામ વિરૂધ્ધ અત્રેના બાંટવા પોલીસ સ્ટેશનમાં જુ.ધા. મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ જુગારીઓઃ-(૧) પંકજભાઇ ઉર્ફે પકો કરસનભાઇ બારીયા બાંટવા, ચુનારાવાસ તા. માણાવદર (૨) અક્ષયભાઇ અરજણભાઇ ચુડાસમા .બોટવા, તા.માણાવદર (૩) વિનોદભાઈ બાબુભાઇ રાઠોડ .માણાવદર, બસ સ્ટેશન સામે, તા.માણાવદર
કબ્જે કરવામાં આવેલ મુદામાલ::-
રોકડા રૂ.૧૧,૨૮૦/- તથા ઘોડીપાસા-૦૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૨૮૦/-
આ કામગીરીમાં બાંટવા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી એમ.એચ.હિરપરા સાહેબ તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બહાદુરસિંહ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ભરતભાઈ નાજાભાઇ ડાંગર, પો.કોન્સ.સોમાતસિંહ ભીખાભાઇ સિસોદીયા, પો.કોન્સ અશોકભાઇ દેવશીભાઈ વરૂ વિગેરે પોલીસ સ્ટાફ એ સાથે રહી કામગીરી કરેલ છે.
રિપોર્ટર મહેશ કથીરિયા