રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી પાસા દરખાસ્ત મંજુર કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેર તા.૧૨/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધી ગુન્હાની ટેવવાળા ઇસમો ગુન્હો કરતા અચકાય અને ગુન્હાઓ ઉપર અંકુશ રહે તે સારૂ શરીર સબંધી ગુન્હામાં પકડાયલે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા અંગે સુચના થયેલ હોય. P.I જે.આર.દેસાઇ નાઓ દ્વારા આવા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા રાજકોટ શહેર તરફ મોકલી આપવામાં આવતા રાજકોટ શહેર નાઓ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા ઇસમને પાસા વોરંટની બજવણી કરી પાસા તળે ભુજ ખાસ જેલ, ભુજ ખાતે મોકલી આપવા માટે તજવીજ કરવામાં આવેલ છે. મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા જાતે.રાજપુત ઉ.૨૭ રહે,મવડી પ્લોટ વિશ્વેશ્વર મંદિર પાછળ, નવલનગર શેરીનં-૯ “ચામુંડા નિવાસ” રાજકોટ મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા નો ગુન્હાહિત માલવીયાનગર પો.સ્ટે. IPC કલમ-૩૨૪,૫૦૪ વિગેરે મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.