Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી પાસા ઈશ્યુ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી પાસા ઈશ્યુ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ શહેર તા.૬/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચોરી ઉપરાંતના ગુન્હા કરવાની ટેવ વાળા વનરાજ ઉર્ફે ટકો સવજીભાઇ ઉર્ફે રવજીભાઇ હાડા વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, મદદનીશ પોલીસ કમિશનર બી.વી.જાધવ ના માર્ગદર્શન તેમજ સુચના થયેલ હોય જેથી પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા ગ્રાહ્ય રાખી પાસા વોરંટ ઇસ્યુ કરતા આજરોજ વનરાજ ઉર્ફે ટકો સવજીભાઇ ઉર્ફે રવજીભાઈ હાડા ઉ.૨૦ રહે.ગોવિંદ રત્ન બંગલાની પાસે RMC કવાર્ટર બ્લોક નં.૧૨ રૂમનં.૧૬૪૧ બાલાજી હોલ પાસે રાજકોટ વાળાને વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ સોપવા તજવીજ કરવામાં આવેલ છે. રાજકોટ તાલુકા પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબ કામગીરી કરવામાં આવેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250206-WA0035.jpg