Gujarat

પોલીસે દરોડો પાડી મુખ્ય આરોપી અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી, ₹82,600નો મુદ્દામાલ જપ્ત

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાનમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઝલક રીંગ રોડ પર ઈન્દિરાનગરી પાસે આવેલ વિશાલ સોસાયટીના મકાન નંબર 20માં પોલીસે દરોડો પાડ્યો હતો.

મુખ્ય આરોપી હેમલ ઉર્ફે ભયલુ શાહ બહારથી મહિલાઓને બોલાવી દેહવ્યાપાર કરાવતો હતો. દરોડા દરમિયાન પોલીસે બે અલગ-અલગ રૂમમાંથી બે મહિલાઓ અને ત્રણ ગ્રાહકોને પકડ્યા હતા.

આરોપી હેમલ દરેક ગ્રાહક પાસેથી ₹1,000 વસૂલતો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 6 મોબાઈલ ફોન અને કોન્ડમના પેકેટ્સ સહિત કુલ ₹82,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નડિયાદ પશ્ચિમ પોલીસે મુખ્ય આરોપી અને ત્રણેય ગ્રાહકો વિરુદ્ધ અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.