પ.પૂ. સંત શ્રી વાલમપીર બાપાની ૨૦૧ મી જન્મ જયંતિ મહોત્સવ ની ઉજવણી ૧૦ હજાર ભાવિકો એ મહાપ્રસાદ મેળવ્યો
સુરત વાલમધામ ગારિયાધાર-ગ્રુપ સિમાડા નાકા સુરત આયોજિત ભોજલરામ બાપા ના શિષ્ય એવા ભાવનગર જિલ્લા ના ગારિયાધાર પંથકના
ગૌરવ સમા સંત અને સૌરાષ્ટ ના હિંદવા પીર કહેવાય એવા પ.પૂ. સંત શ્રી વાલમપીર બાપાની ૨૦૧ મી જન્મ જયંતિ મહોત્સવ ની ઉજવણી તા. ૨૮- પ – ૨૦૨૫ નાં બુધવાર ના રોજ મહારાજા ફાર્મ, B.R.T.S. રોડ, સેતુબંધ ની સામે, સુરત શહેર ખાતે દર વર્ષ ની પરંપરાગત રીતે ભવ્ય થી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણી પ્રસંગે સવારના ૮:૦૦ કલાકે ધ્વજા યાત્રા (શોભાયાત્રા) અભિષેક લક્ઝરીયા અબ્રામા રોડ થી સૌરાષ્ટ્ર ટાઉનશિપ સુદામા ચોક વાલમપીર બાપાના મંદિરે પોંહચી હતી, અને ધજા યાત્રા દરમિયાન આયોજક ભાઇઓ દ્વારા ૧૫ થી ૨૦ જેટલા ઘોડાઓ,ઢોલ નગારા સાથે, અને ડીજે સાઉન્ડ ના સથવારે વિશાળ સંખ્યામાં વાલમપીર બાપા ના ભક્તો ઊપસ્થિત રહ્યા હતા,ત્યાર બાદ સાંજ ના ૫:૦૦ કલાકે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું , સાંજ ના ૬:૦૦ કલાકે આયોજક ભાઇઓ દ્વારા ૧૦.૦૦૦ થી વધારે ભક્તો માટે મહાપ્રસાદ ની સુંદર વ્યસ્થા કરવામાં આવી હતી, ત્યાર બાદ રાત્રી ના ૯:૦૦ કલાકે અતિભવ્ય રંગ કસુંબલ લોક-ડાયરા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કલાકાર શ્રી, સુરેશભાઈ રાવળ (ભજનીક) ગોપી પટેલ (લોક ગાયિકા) દિનેશ ચૌહાણ (લોક ગાયક) દિનેશ બાપુ (સીતાપુર- પાનસડા) વાલમપીર બાપા ના ભજનો, લોક ગીતો ની સરવાણી કરાવી હતી . કાર્યક્રમ દરમિયાન વાલમધામ ગારિયાધાર ગ્રુપ આયોજક ભાઇઓ ના આમંત્રણ ને માન આપી પધારેલા અતિથી વિશેષ તરિકે હાજરી આપી એવા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્વ ધારાસભ્ય શ્રી જનકભાઇ બગદાણા, મનીષભાઈ વઘાસિયા, અને જે.પી. લાઠીયા ( લિબર્ટી ગ્રુપ ) નું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.સપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાલમધામ ગારિયાધાર ગ્રુપ ના આયોજક ભાઇઓ એ ધન્યતા અનુભવી હતી .
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



