Gujarat

બી.જે.વાણિજ્ય મહાવિદ્યાલય (ઓટોનોમસ)માં ACORN યુનિવર્સલ કન્સલ્ટન્સી LLP દ્વારા પ્રી-પ્લેસમેન્ટ ટોક યોજાયું

બી.જે.વાણિજ્ય મહાવિદ્યાલય (ઓટોનોમસ)માં ACORN યુનિવર્સલ કન્સલ્ટન્સી LLP દ્વારા પ્રી-પ્લેસમેન્ટ ટોક યોજાયું

ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બી.જે. વાણિજ્ય મહાવિદ્યાલય(ઓટોનોમસ)માં કાર્યકારી આચાર્ય ડૉ. સંજય કે.રાદડિયા ના માર્ગદર્શન હેઠળ પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના ભાગ રૂપે પ્લેસમેન્ટ સેલ દ્વારા તારીખ:૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫, બુધવારના રોજ સેમિનાર હોલમાં ACORN યુનિવર્સલ કન્સલ્ટન્સી LLP દ્વારા”પ્રેઝન્ટેશન અને કોમ્યુનિકેશન સ્કિલ્સ” થીમ પર સાથે પ્રી-પ્લેસમેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એમ.કોમ અને અંતિમ વર્ષના બી.કોમ અને બી.બી.એ ના વિદ્યાર્થીઓને ભરતી પ્રક્રિયાઓ માટે તૈયાર કરવાનો અને તેમની એકંદર વ્યવસાયિક તૈયારી વધારવાનો હતો.

આ કાર્યક્રમની શરૂઆત ડૉ. અંકિતા ઢોલારિયાના શાબ્દિક ઉદબોધનથી કરવામાં આવી હતી. આચાર્યશ્રી ડૉ.સંજય.કે. રાદડિયાએ આવેલ વિષય નિષ્ણાત શ્રીમતી મોનિકા રામચંદાનીને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આચાર્યશ્રીએ કારકિર્દી સફળતા પ્રાપ્ત કરવામાં વાતચીત અને પ્રસ્તુતિ કૌશલ્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ શીખવાની તકોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ત્યારબાદ શ્રીમતી મોનિકા રામચંદાની-ACORN યુનિવર્સલ LLP, આણંદના પબ્લિક રિલેશન ઓફિસરએ પોતાના વ્યક્તવ્યમાં વિધાર્થીઓના લાભ માટે નીચેના મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપી હતી. જેમાં મૌખિક અને બિન-મૌખિક સંદેશાવ્યવહાર ,અસરકારક પ્રસ્તુતિઓ ,ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર અને કોર્પોરેટ કોમ્યુનિકેશન જેવા વિવિધ કૌશલ્યો પર ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મોક એક્સરસાઇઝ અને રોલ પ્લેમાં પણ ભાગ લીધો હતો. જે અનુસંધાનમાં શ્રીમતી મોનિકા રામચંદાની તરફથી વિધાર્થીઓને વ્યક્તિગત પ્રતિસાદ મળ્યો હતો.
કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ. અંકિતા ઢોલારિયા દ્વારા કરવામાં આવી હતી.પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડિનેટર ડૉ. અંકિતા ઢોલરિયા અને સભ્યો ડૉ. અનુ વર્મા, ડૉ. જીતેન્દ્ર ફેફર , ડૉ. પિંકી નેનવાણી અને ડૉ. આશુતોષ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું .

IMG-20250923-WA0001.jpg