કન્યાઓને લાખેણા કરિયાવરમાં 120 ચીજવસ્તુઓ અને ભગવદ ગીતા ભેટ અપાશે , આજે રાસોત્સવ કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવીયા, સી.આર.પાટીલ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તૈયારીઓને આખરીઓપ
511 દિકરીઓના સમૂહ લગ્ન,125 વીઘા જમીનમાં આયોજન,10,000 સ્વયંસેવકો – કાર્યકરો ખડેપગે રહેશે,175,000 થી વધુ લોકો ભોજન લેશે,દરેક દિકરીને રૂ.3 લાખનું કરિયાવર,ધારાસભ્ય જયેશ રાદડીયા અને પરિવાર દ્વારા 9મી વખત થતું આયોજન , વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડ સાથે નીકળશે શાહી વરઘોડો 

જામકંડોરણા ખાતે ખેડુત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશ રાદડીયાની રાહબર હેઠળ આગામી તા.26મી જાન્યુઆરીને રવિવારના ‘પ્રેમનું પાનેતર’ 511 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવેલ છે. જેમાં લાખો લોકો હાજર રહી નવ દંપતિઓને શુભ આશીષ આપશે.

ભાજપના યુવા નેતા જયેશભાઈ રાદડિયા દ્વારા આગામી તા. 26 જાન્યુઆરીના રોજ 511 દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવ નપ્રેમનું પાનેતરથનું વિશાળ આયોજન કરાવમાં આવ્યું છે.
ખેડુત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્યસ્મૃતિમાં યોજાનાર આ 9માં શાહી સમુહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે. 511 લગ્ન મંડપો, તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વિઘા જમીનમાં તેમજ પાર્કિંગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વિઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે.

જામકંડોરણાના આંગણે યોજાનાર આ ઔતિહાસિક સમુહ લગ્નોત્સવ અંગે માહિતી આપતા ભાજપના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ ભવ્ય સમુહલગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારના 511 દિકરા-દિકરીઓને ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ શરૂૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો અને તાલુકાની 42 સંસ્થાઓ સહિયારા ભગીરથ પ્રયાસો કરી રહી છે. અને દર વર્ષે આ સેવાકાર્ય વધુને વધુ વિસ્તરી રહ્યું છે.

આ ભવ્ય સમુહ લગ્નોત્સવ જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે. કંડોરણાની બજારમાં 511 જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.

જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સમુહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાનાર દરેક યુગલના પરિવારોને કોઈપણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે. આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે 25000 કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન મંડપથી માંડી જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 10,000 સ્વ્યંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમુહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દિકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મુકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના કારણે દરેક દિકરીને અંદાજે રૂૂા. 3 લાખની કિંમતની 120 ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવનાર છે.

સાથો સાથ દરેક દિકરીને શ્રીમદ ભાગવદ્ ગીતા પણ ભેટ ધરવામાં આવશે. કરિયાવરમાં ઘરગૃહસ્થિનું તમામ ફર્નિચર-રાચરચીલું આપવામાં આવનાર છે. વ્યવસ્થા જાળવવા માટે કરિયાવરની ચીજવસ્તુઓ લગ્નોત્સવ પહેલા જ જે તે ક્ધયાના સાસરિયામાં પહોંચાડવાની વ્યવસ્થા પણ જામ કંડોરણા છાત્રાલય દ્વારા કરવામાં આવી છે. દિકરીઓને ફ્રીઝ, ટીવી, બેડ, સોફા-સેટ, કબાટ, ટિપોઈ, ગાદલા, ઓસીકા, સોનાના દાણા, મંગળસુત્ર, રજવાડી ચેઈન વીથ પેન્ડલસેટ, ચાંદીનો તુલસીનો ક્યારો, સાંકળા, કંદોરો, ચાંદીની લક્ષ્મીજીની પ્રતિમા, ગણપતિજીની પ્રતિમા, કંકાવટી, ગાય, મિક્સર, બ્લેન્ડર, ટોસ્ટર સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત વરરાજાની શેરવાની ચુડી, સાફો, સોલ, માળા, મોજડી તથા ક્ધયાના પાનેતર, સલવાર સુટ, ડિઝાઈનર સાડીઓ, કપ્પલ રિસ્ટવોચ વિગેરે પણ કરિયાવરમાં આપવામાં આવનાર છે.

શ્રી જામ કંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય સહિતની સંસ્થાઓ દ્વારા ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તા. 26 જાન્યુઆરીના રોજ જામકંડોરણા ખાતે લાડકડીના લગ્ન આઠમા શાહી સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલ શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થીભવન ખાતે લેઉવા પટેલ સમાજની 511 દિકરીના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ સમૂહ લગ્ન પ્રસંગે કેબીનેટમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, સી.આર.પાટીલ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ અગ્રણી વસંતભાઈ ગજેરા, હંસરાજભાઈ રાદડીયા, કેબીનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના ટ્રસ્ટ નાથદ્વારાના ઉપપ્રમુખ રાજુભાઈ હિરપરા ભક્તિગ્રુપ, સુરતના રમેશભાઈ ગજેરા, સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રકચર, સુરતના સેવાભાવી પરસોતમભાઈ ગજેરા (દાસભાઈ) રાજયકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, રાજયસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા, આર.સી.ફળદુ, જીતુભાઈ વાઘાણી, ડો. ભરત બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહેશભાઈ કસવાળા, પ્રવિણભાઈ, દિવ્યેશભાઈ અકબરી, કંચનબેન રાદડીયા, સુધીરભાઈ વાઘાણી, જે.પી.કાકડીયા, વિનુભાઈ મોરડીયા, જનકભાઈ તળાવીયા, કિરીટભાઈ પટેલ, કાન્તીભાઈ બલટ, પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક, નારણભાઈ કાછડીયા, ભરત પટેલ, પ્રવિણભાઈ લાખાણી, સંજયભાઈ કોરડીયા, વિ.જી.ચોવટીયા, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટ નાથદ્વારાના ટ્રસ્ટીઓ, ધારાસભ્યો, પુર્વ ધારાસભ્યો, સમાજના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં સમાજના લોકો હાજર રહી આ ભવ્ય સમૂહ લગ્નના સાક્ષી બનશે.આ સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે કુમાર તથા કન્યા છાત્રાલયને રોશનીથી સુશોભીત કરવામાં આવેલ છે અને ભવ્ય સેટ ઉભા કરવામાં આવેલ છે.
લાડકડીના લગ્નોત્સવ પહેલા એટલે કે આજે 24 જાન્યુઆરીના રોજ સાંજે 8 વાગ્યે ગીતાબેન રબારી તથા તેના ગૃપનો ભવ્ય રાસોત્સવનું લગ્નસ્થળે આયોજન કરાયું છે. તેમજ તારક મહેતાની ટીમ પણ ઉપસ્થિત રહેનાર છે
જામકંડોરણાના લેઉવા પટેલ વિદ્યાર્થી ભવનમાં 511 દીકરીના સમુહલગ્નોત્સવ માટે ઉભા કરાયેલા વિશાળ સમિયાણામાં બપોરે 2:30 વાગ્યે જાન આગમન થશે 3 વાગ્યે ભવ્ય વરઘોડામાં વર ક્ધયા પરિવારજનો શરણાઈ-બેન્ડના તાલે ઝુમશે, સાંજે 4 વાગ્યે દાતાઓનો સત્કાર સમારંભ તેમજ આશિર્વચન, સાંજે 5 વાગ્યે હસ્ત મેળાપ, 6 વાગ્યે ભોજન સમારંભ, 8 વાગ્યે ક્ધયાઓનું ભાવભેર વિદાયમાન અપાશે લગ્નોત્સવ દરમિયાન ઉવર્શિબેન રાદડિયાનું ગૃપ દ્વારા લગ્નનગીતોની રમઝટ બોલાવાશે.
આ કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ છે. આ 511 દિકરીઓના સમૂહલગ્નમાં જામકંડોરણા અને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના 10 હજારથી વધારે સ્વયંસેવકો પોતાની સેવાઓ બજાવશે.
લગ્ન સમારોહ દરમિયાન ઇમરજન્સી સારવાર માટે રાજકોટકની ઓમેગા હોસ્પિટલ તેમજ જામકંડોરણાની સરકારી હોસ્પિટલ સહિતના નિષ્ણાંત તબીબો સેવા આપશે. ઓમેગા હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ લોકોનું ડાયાબિટિસ અને બ્લડ પ્રેસર તપાસી દેવાશે.

