Gujarat

2025-26 માટે મિલ્કતવેરા આકારણી પત્રકો તૈયાર, 30 એપ્રિલ સુધી વાંધા રજૂ કરી શકાશે

પાલનપુર નગરપાલિકાએ વર્ષ 2025-26 માટે મિલ્કતવેરા આકારણી પત્રકો તૈયાર કર્યા છે. નગરપાલિકા વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ લોકો આ આકારણી પત્રકો કચેરી સમય દરમિયાન જોઈ શકશે.

આકારણી સામે વાંધો ધરાવતા લોકો 1 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી પોતાની રજૂઆત કરી શકશે. વાંધા અરજી કરતા પહેલા 2024-25 સુધીના તમામ કરવેરા ભરવા જરૂરી છે. આકારણી પત્રક તપાસવા માટે અગાઉ ભરેલા વેરાની પાવતી સાથે લાવવી આવશ્યક છે.

નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈપણ વાંધા કે તકરાર સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ નિયત સમયમાં વાંધો નોંધાવશે નહીં, તો તેમને આકારણી મંજૂર છે એમ માનવામાં આવશે.