Gujarat

સાવરકુંડલા બ્રહ્મસમાજનું ગૌરવ મહેતા અસ્મિતા અશોકભાઈ

તા. ૫ જાન્યુઆરી ૨૦૨૫ રવિવારના રોજ સાવરકુંડલા તાલુકામાં કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન એમ.એલ. શેઠ વ્યાયામ મંદિર ખાતે થયું હતું. જેમાં ૨૫૦ કરતા પણ વધારે વિધાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. તે સ્પર્ધામાંથી વક્તૃત્વ સ્પર્ધા (૧૫ થી ૨૦ વર્ષ)માં મહેતા અસ્મિતા અશોકભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે. તાલુકા ક્ક્ષામાં પ્રથમ આવનાર વિધાર્થી ભાઈઓ- બહેનો જિલ્લાક્ક્ષાના કલા મહાકુંભમાં જશે એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા