Gujarat

રાજકોટ મકરસંક્રાંતિ (ઉતરાયણ) પર્વની ઉજવણી અન્વયે પોલીસ કમિશનરે જારી કરેલા પ્રતિબંધાત્મક આદેશો.

રાજકોટ મકરસંક્રાંતિ (ઉતરાયણ) પર્વની ઉજવણી અન્વયે પોલીસ કમિશનરે જારી કરેલા પ્રતિબંધાત્મક આદેશો.

રાજકોટ શહેર તા.૨/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મકરસંકાંતિ અને તેની નજીકના દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડા-દોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને રાહદારીઓને ગંભીર ઇજાઓ થાય છે. તેને નિવારવા અને ટ્રાફીકની અવર જવરને અવરોધના નિવારણ અર્થે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા હુકમ પ્રસિધ્ધ કરી તા.૭/૧૨/૨૦૨૫ થી તા.૧૬/૧/૨૦૨૬ સુધી પતંગો ઉડાડવામાં સાવચેતી કે તકેદારી રાખવા નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે. (૧) કોઇ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર પાર્ગ રસ્તા / ફૂટ પાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૨) પતંગ ચગાવવા (ઉડાડવા) માટે વપરાતી નાયલોન દોરી કે જે નાયલોન, સીન્થેટીક મટીરીયલ, કે સીન્થેટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન-બાયોગ્રેડેબલ હોય તે ચાઇનીઝ દોરી મેળવવા. સંગ્રહ કરવા, વેચાણ કરવા, અને તેનાથી પતંગ ચગાવવાના ઉપયોગ કરવા પર.તેમજ પતંગ ઉડાડવાથી કપાયેલ પતંગ/દોરી પકડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (3) કોઇ પણ પ્રકારના સીન્થેટીક પ્રકારના દોરા, સુતરાઉ દોરા કે બીજા કોઇ પણ પ્રકારના દોરા લોખંડનો પાઉડર અથવા કાચનો ભુકો/પાઉડર કે અન્ય કોઇ પણ નુકશાનકારક પદાર્થ ચઢાવવામાં આવી તૈયાર કરવામાં આવેલ હોય તેવા દોરા મેળવવા, સીન્થેટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા, વેચાણ કરવા, તેનો ઉપયોગ કરવા, ઉત્પાદન કરવા, કે તેનાથી પતંગ ચગાવવા/ઉડાવવા માટે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૪) ઓનલાઇન પ્લેટફોર્મ મારફત વેચાતા ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી/ ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૫) સીન્થેટીક માંઝા/નાયલોન દોરી અથવા તેના જેવા સીન્થેટીક કોટેડ દોરાની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૬) સવારના કલાક ૬ થી ૮ તથા સાંજના ૬ થી ૮ ના સમયગાળા દરમ્યાન પક્ષીઓ તેમના માળામાંથી બહાર તથા પરત માળામાં આવવાનો સમય હોવાથી તે દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ તથા ઇજાગ્રસ્ત થાય છે. તેથી તે સમયગાળા દરમ્યાન પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૭) ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્ન, ઉડાડવા, ખરીદવા, આયાત કરવા, વેચાણ કરવા, કબજા કરવા, સંગ્રહ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૮) આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત કે સંગીત વગાડવા ઉપર કે ભાષણો કે પ્રવચનો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. (૯) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. સ્પષ્ટીકરણ: “પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારીત ગુંદર અને અન્ય સામાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેસિવની મદદથી કાચના પાવડરનું કોટિંગ કરેલ ઓછી તીક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય તથા તેમાં તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થો હોવા જોઈએ. કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર ૧૦%થી વધુ ન હોવો જોઈએ, જ્યારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ય ૩૦%, મેંદો ૩૬%. કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો ૧૦% હોઈ શકે છે. પરંતુ, તે કોટનના માંજાના કુલ વજનના ૦.૫% થી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંજો/દોરી વાપરી શકાશે.” આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251202-WA0054.jpg