Gujarat

રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ શહેર તા.૨૩-૭-૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા ઘટક-૧,૨ અને ૩ના વિવિધ આંગણવાડી કેન્દ્રો પર જુલાઇ ની થીમ વૃક્ષારોપણ, વિટામીન-C ની સમજ અને કિચન ગાર્ડ્નના ફાયદા વિશે સમજ આપી પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવેલ. cdpo, પુર્ણા કન્સલ્ટન્ટ, સુપર વાઇજર વગેરએ પુર્ણા શક્તિના પેકેટ વિશે વિસ્તૃત માહિતી આપી, વિટામીન-C લેવાના ફાયદા વિશેની સમજ આપી. ઘરના આંગણામા થતા શાક્ભાજી વાવીને ન્યૂ ટ્રી ગાર્ડન બનાવની સમજ આપેલ. આરોગ્યની ટીમ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના Hb ચેક કરાવેલ અને અને વ્યક્તિગત સ્વછતા રાખવા, માસિક સ્વચ્છતા રાખવા વગેરે વિષે કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવેલ. પુર્ણા દિવસની ઉજવણીમાં કિશોરીઓને ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS), ICDS વિભાગના ચેરમેન દિલીપભાઇ લુણાગરીયા અને બાળ વિકાસ યોજના અધિકારી શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250723-WA0101.jpg