મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે શંકરધામ & શિવઓમ ચેરિટી ના ચેરમેન રાહુલ ત્રિવેદી પધાર્યા
દામનગર માં સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ આરોગ્ય અને આહાર સેવા ના આયામો માટે તૈયારી દર્શાવી
દામનગર શહેર માં સમાજ સેવા ના વિવિધ આયામો સાથે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં વલસાડ શંકરધામ & શિવ ઓમ ચેરિટી ના ચેરમેન રાહુલ ત્રિવેદી પધારતા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું મૂળ દામનગર ના મુંબઈ સ્થિત રાહુલ ત્રિવેદી વલસાડ સ્થિત સંસ્થાન શંકરધામ & શિવ ઓમ ચેરિટી ના ચેરમેન દ્વારા દામનગર શહેર માં પોતા ના વડીલો પારજીત સ્થાવર મિલકત માં વિશાળ હોલ નિર્માણ કરાવ્યો આ મિલકત નો સંપૂર્ણ સામાજિક ઉપીયોગ કરવા શહેર માં દૈનિક બોપર નું જરૂરિયાતમંદ ને સાત્વિક ભોજન પ્રસાદ અને વડીલો ને સંપૂર્ણ મફત ફિજીયોથેરાપીસ્ટ સેવા માટે લાવવા લઈ જવા સુધી ના ઉદ્દેશ સાથે સેવા કેન્દ્ર પ્રારંભ કરવા સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો સાથે વિસ્તૃત પરામર્શ કરાયો હતો દામનગર શહેર માં પુરબીયા શેરી સ્થિત નવનિર્માણ પામેલ હોલ નો ઉપીયોગ સામાજિક સેવા સંસ્થાન અન્નક્ષેત્ર અને વયસ્ક નાગરિકો ની સેવા ના અભિગમ સાથે કરવા રાહુલ ત્રિવેદી એ દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે પધારતા પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ભરતભાઇ ભટ્ટ બાબુભાઇ મકવાણા રજનીભાઇ ધોળકિયા વજુભાઇ રૂપાધડા રાજેશભાઇ કનાડીયા બટુકભાઈ શિયાણી કોશિકભાઈ બોરીચા વસંતભાઈ ડોબરીયા દીપકભાઈ રાવળ રાજેશભાઈ મસરાણી નિખિલભાઈ દીક્ષિત મનસુખભાઇ નારોલા જયતિભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા લાભુભાઈ નારોલા બુધાભાઈ વનરા ગોરધનભાઇ આસોદરિતા ભગવાનભાઈ નારોલા સહિત ના દ્વારા શંકરધામ & શિવઓમ ચેરિટી ના ચેરમેન રાહુલ ત્રિવેદી નું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું અને અસંખ્ય સ્વંયમ સેવી કાર્યકરો સાથે વિસ્તૃત પરમાર્થ કરાયો હતો જેમાં દામનગર ખાતે સેવા ના અનેક આયામો સાથે ઉચ્ચતર અભ્યાસ કરતા છાત્રો માટે ફરી તાલીમ કેન્દ્ર શિક્ષણ વયસ્ક નાગરિકો માટે ફ્રી સ્ટ્રીટમેન્ટ આરોગ્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિ ઓને દૈનિક બપોર ના સાત્વિક આહાર જેવી સેવા ઓને મહત્વ આપી પ્રારંભ કરવા તૈયારી દર્શાવી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



