ઊંઝા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગની આગાહીને પગલે મોસમમાં આવેલા આ પલટાને કારણે વહેલી સવારથી જ ઊંઝા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.

