રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આશ્રમરોડ, પાલડી, વાસણા, જમાલપુર, દિલ્હી દરવાજા, લાલ દરવાજા, એલિસબ્રિજ, આસ્ટોડિયા, ગીતામંદિર, ખાડિયા, શાહીબાગ, માણેકબાગ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોડકદેવ, નહેરુનગર, નારણપુરા, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
