Gujarat

થરાદના આજાવાડા રામપુરા વિસ્તારમાં વરસાદી ઝાપટાં

બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે દિવસભર અસહ્ય ગરમી બાદ સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

આકાશમાં વાદળો ગોરંભાયા હતા. પાલનપુર સહિતના પંથકમાં ઠંડો પવન ફૂંકાયો હતો. જ્યારે થરાદના આજાવાડા રામપુરા બાજુનાં વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા.

જીલ્લામાં વર્તમાન સમયે બાજરીની કાપણી ચાલી રહી છે. વરસાદ આવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.