રાજકોટ 2 વર્ષ પહેલા રેષકોર્ષ મેદાનમાંથી ચોરી થયેલ બુલેટ સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા-ફરતા આરોપી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.જે.ધાધલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ મીલકત સબંધીત ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્કોડના અજયભાઇ વિકમા તથા ભાવેશભાઇ ગઢવી તથા જયદિપસિંહ ભટ્ટી નાઓને મળેલ સંયુકત બાતમીદાર હકીકત આધારે, સમ્રાટ ઇન્ડ્રસ્ટ્રીઝ એરીયા રાણી શીંગતેલના બગીચા પાસે એક ઇસમ પાસે કાળા કલરનું નંબર પ્લેટ વગરનું બુલેટ મોટરસાયકલ છે તે તેણે ચોરી કરીને મેળવેલ છે જે બાબતે હકિકત વાળી જગ્યાએ જઈ ખરાઈ કરતા એક ઇસમ નંબર વગરના બુલેટ મોટરસાયકલ સાથે મળી આવતા તેની બુલેટ બાબતે પુછપરછ કરતા પોતે ફર્યું ફર્યું બોલી બુલેટના કોઇ વેલીડ કાગળો રજુ કરેલ નહિ જેથી મોટરસાયકલના એન્જીન/ચેસીસ નંબર ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ચાલતી પોકેટ કોપ એપ્લીકેશનમાં ચેક કરતા બુલેટ અન્ય વ્યક્તિના નામે રજીસ્ટ્રેશન થયેલ હોય તેમજ બુલેટ મોટરસાયકલ બાબતે પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશન કલમ-૩૭૯ મુજબનો ગુન્હો તા.૧/૬/૨૦૨૩ રોજ નોંધાયેલ હોય જેથી ઇસમ પાસેથી મળી આવેલ બુલેટ મોટરસાયકલ ની ચોરી થયેલ હોવાની હકીકત જણાતા ઇસમ પાસેથી તે બુલેટ કબ્જે કરી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પ્રકાશભાઇ રાયધનભાઇ લાવડીયા ઉ.૩૫ રહે.આજીડેમ ચોકડી પાસે રામવન વાળો રોડ મુકેશ પાર્ક-ર શેરીનં.૪ રાજકોટ. રોયલ ઇનફિલ્ડ બુલેટ મોટરસાયકલ કાળા કલરનું નંબર પ્લેટ વગર કિ.૪૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


