રાજકોટ ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે તરઘડીમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે રિહર્સલ યોજાયું.
રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે. જેના સંદર્ભે કલેક્ટર ડો.ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ દરમિયાન રાષ્ટ્રધ્વજ વંદન અને પ્લાટુન નિરીક્ષણ કરાયું હતું. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી. કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓએ કાર્યક્રમનું સંચાલન, બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, મેદાનનું નિરીક્ષણ, વૃક્ષારોપણની જગ્યા સહિત તૈયારીઓ ચકાસીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર એ.કે.ગૌતમ, પ્રાંત અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિતભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરા સહિત અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.