રાજકોટ ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે ઈસમને પકડી પાડતી થોરાળા પોલીસ.
રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ભરતસિંહ પરમાર, જયરાજસિંહ કોટીલા નાઓની સંયુકત હકિકત આધારે રાજમોતી મીલ પાસે ભાવનગર રોડ પરથી આરોપીના કબ્જામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશીદારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. થોરાળા પો.સ્ટે. પ્રોહી કલમ-૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ, અફજલ હારૂનભાઇ શાહમદાર ઉ.૨૭ રહે,પાંજરાપોળ પાસે શાળાનં.૧૩ ભાવનગર રોડ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૮ ઓટો-રીક્ષા રજી.નં.GJ-16-AT- 4745 કુલ કિ.રૂ.૧,૦૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.