રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી આજીડેમ પોલીસ.
રાજકોટ શહેર તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને બજારમાં વેચાતી પ્રતીબંધીત ચાઇનીઝ દોરીના વધુમા વધુ કેસો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરાવા સારૂ સુચના કરેલ હોય. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એસ.વી.ગોહીલ ની રાહબરીમાં આજીડેમ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હરપાલસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજા ની હકીકત આધારે મહિકા ગામના પાટીયા પાસે, આશાપુરા હોટલની બાજુમાં જાહેર રોડ પર થી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે એક ઇસમ ને પકડી પાડી પોલીસ કમિશનર રાજકોટ શહેર નાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રાજન પ્રવીણભાઇ જાદવ જાતે.કોળી ઉ.૧૯ રહે.ચોરડી ગામ તા.ગોંડલ જી.રાજકોટ. ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૨૪૦ કિ.રૂા.૪૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


