Gujarat

રાજકોટ-ભાવનગર હાઈવે બિસ્માર હાલતમાં

રાજકોટ-ભાવનગર હાઈવે પર આજીડેમ ચોકડીથી સરધાર ગામ સુધીના માર્ગ પર લાંબા સમયથી મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.આ ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. માટી અને પથ્થરો નાખીને કામચલાઉ સમારકામ કરવામાં આવે છે.

રસ્તા પરથી વાહનો પસાર થતા ફરીથી યથાવત સ્થિતિ થાય છે ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોનો સમય અને ઈંધણ બંનેનો વ્યય થાય છે. વાહનોને પણ નુકસાન થાય છે. આ સમસ્યા લાંબા સમયથી યથાવત હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.