રાજકોટ બોલેરો પીકઅપમા ભરાઇને આવતો ગેરકાયદેસર ઇંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૪/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અનડીટેકટ ચોરીના/લુંટના ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા-ફરતા આરોપીઓ પકડવા તેમજ પ્રોહીબીશન/જુગારના વધુને વધુ કેસો શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન/જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા માટે પ્રોહી બુટલેગરો ઉપર વોચ રાખી તેઓને ચેક કરવા અને સફળ રેઇડો કરવા તેમજ વધુને વધુ કેસો કરવા તેમજ આ અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ સતત પ્રયત્નસીલ હોય. DCB પોલીસ સ્ટેશનના એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અરવિંદકુમાર ફતેપરા તથા કરણભાઇ કોઠીવાળ તથા સંજયભાઇ અલગોતર ને મળેલ ચોક્કસ હકીકતના આધારે રાજકોટ ગોંડલ રોડ પરીન ફર્નીચરથી આગળ સન ગ્રેનાઇટ મારબર નજીક ગોડલ રાજકોટ હાઇ-વે ઉપરથી બોલેરો મેક્સીટ્રક માંથી ગેરકાયદેસરનો ઇંગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) અજયભાઇ જેન્તીભાઈ મકવાણા ઉ.૨૭ રહે.પાટીદડ ગામ તા.ગોડલ જી.રાજકોટ. ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૪૮૦ કિ.રૂા.૬,૨૪,૦૦૦ બોલેરો મિક્સીટ્રક પ્લસ રજી.નંબર GJ-03-BV-5362 કિ.૫,૦૦,૦૦૦ કુલ કિ.૨૮,૮૦,૦૧૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


