રાજકોટ ભારતીય બનાવટનો વિદેશીદારૂ નો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સુચના કરેલ હોય, P.I એચ.એન.પટેલ ના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ એન.વી.ચાવડા તથા કર્મચારીઓ નાઓ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો-સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન વાય.ડી.ભગત તથા પુષ્પરાજસિંહ ગોહિલ તથા પ્રાદિત્યસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે મળેલ હકિકત કે, નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ઘંટેશ્વર તરફ થી એક ટ્રક કન્ટેનર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી પસાર થવાનો હોય જે હકિકત આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પુરખારામ સવરૂપારામ જાટ ઉ.૨૩ રહે,ગાંધીનગર ખડીન તા.રામસર જી.બાડમેર રાજસ્થાન. ટ્રક કન્ટેનર જેના રજી.નં.RJ-19-GC-0705 કિ.૧૦,૦૦,૦૦૦ ઈંગ્લીશ દારૂની બોટલો સહિત કુલ કિ.૩૯,૭૨,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.