રાજકોટ શહેર ચોરી કરેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ.
રાજકોટ શહેર તા.૧૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલકત સબંધી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એમ.કે.મોવલીયા તથા ટીમના સ્ટાફના માણસો અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા તથા નાસતા-ફરતા આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન જગદીશસિંહ પરમાર તથા રવિરાજભાઇ પટગીર નાઓને મળેલ હકીકત આધારે આરોપીને ચોરી કરેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે આજીડેમ ચોકડી થી સંતકબીર નાલા તરફ જતા રસ્તામાં ગમારા હોટલની પાસેથી પકડી પાડી ઇસમ મોટરસાયકલ ચોરી કરી મેળવેલ હોવાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી થોરાળા પો.સ્ટે BNS કલમ-૩૦૩(૨) મુજબનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે. જલકીત સુરેશભાઇ સાકરીયા ઉ.૨૦ રહે.કનકનગર શેરીનં.૮ રાજકોટ. ભકિતનગર પો.સ્ટે પ્રોહી એકટ કલમ-૬૫(એ),૧૧૬(બી), ૯૮(૨) ૮૧ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


