Gujarat

રાજકોટ શહેર કક્ષાની ભાઈઓની તરણ સ્પર્ધા યોજાઈ

નાના બાળકો સહિત વરિષ્ઠ નાગરિકોએ સ્વિમિંગ પૂલમાં હરિફાઈની છલાંગ લગાવી

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધાઓમાં વિવિધ ઉંમરની કેટેગરીમાં ભાઈઓ તથા બહેનો ભાગ લઈને પોતાનો હુન્નર બતાવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર કક્ષાની વિવિધ ઉંમરમા ભાઈઓની તરણ સ્પર્ધા સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે યોજાઇ હતી. જેમા નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનોએ સ્વિમિંગ પૂલમાં હરીફાઈની ડૂબકી લગાવી હતી.

આ સ્પર્ધામાં ૧૧ વર્ષની વય જૂથમાં, ૧૪ વર્ષ સુધીની વય જૂથમાં, ૧૭ વર્ષ સુધીની વય જૂથમાં, ઓપન એઈજમાં,  ૪૦ થી વધુ ઉંમરની વય જૂથમાં તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરની વય જૂથમાં એમ વિવિધ કેટેગરીમાં તરણ સ્પર્ધામા ૫૦ મીટરથી ૪૦૦ મીટર સુધીની તરણ સ્પર્ધા યોજાઈ હતી.

જેમા બેક સ્ટ્રોક, બટરફ્લાય સ્ટ્રોક, વ્યક્તિગત મિડલે, ફ્રી-સ્ટાઈલ તથા બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધા યોજાઈ હતી. આ અલગ અલગ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ  સ્પર્ધકોના નામ નીચે મુજબ છે.

પ્રથમ નંબરે વિજેતા થયેલ ભાઈઓમાં ધીર શાહ, નિર ગામઠા, હારીત હાપલીયા, હવિશ રાવલ,જય પાણખાણીયા, ધ્રુવ ટાંક, કશ્યપ ચોવટીયા, પ્રિયાંશ દવે, દિવ્યરાજસિંહ ચુડાસમા, અશ્વિન લિંબાસીયા, શુભાંગ માકડ, હસમુખ જેઠવા, અશોક અઢિયા, સુરેશ રાઠોડ, અશોક પાનેરી, પ્રતીક નાગર તથા માનસ માકડીયા પ્રથમ નંબરે વિજેતા થયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકો ભાગ લઈને પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે.