રાજકોટ શહેર ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર તા.૨૮/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સૂચના અન્વયે SOG શાખાના P.I એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ હરદેવસિંહ દીલુભા જાડેજા, યોગરાજસિંહ છનુભા ગોહીલ, અનોપસિંહ પ્રવીણસિંહ ઝાલા, નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ ભગવતીપરા જયપ્રકાશ નગર શેરીનં-૧૬/૯ ના ખુણે સદામભાઇની ઓરડી માંથી ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી બી.ડીવીઝન પો.સ્ટે.માં ગુન્હો નોંધાવવામાં આવેલ છે. ઇનુસ અલ્લારખાભાઇ ઘેલડ ઉ.-૪૧ રહે.ભગવતીપરા જયપ્રકાશ નગર શેરીનં-૧૬/૯ ના ખુણે સદામભાઇની ઓરડીમાં રાજકોટ. માદક પદાર્થ ગાંજો ૧૬.૮૭૭ કિ.ગ્રામ કિ.૧,૭૪,૨૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.