રાજકોટ શહેર ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર તા.૧૦/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સૂચના અન્વયે SOG શાખાના એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.બી.ઘાસુરા નાઓ પ્રયત્નશિલ હતા દરમ્યાન હરદેવસિંહ દીલુભા જાડેજા, યોગરાજસિંહ છનુભા ગોહીલ, અનોપસિંહ પ્રવીણસિંહ ઝાલા, નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ-ભાવનગર રોડ, કાળીપાટ ગામ પહેલા કાળીપાટ રીંગ રોડ ચોક પાસેથી ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી આજીડેમ પો.સ્ટે.માં ગુન્હો નોંધાવવામા આવેલ છે. રાહીલ અમીનભાઇ મીનપરા ઘાંચી ઉ.૨૨ રહે.કોઠારીયા મેઇન રોડ, ઘનશ્યામનગર ખોડીયાર ફેમેલી શોપ સામે રાજકોટ. માદક પદાર્થ ગાંજો ૧૦.૦૧૪ કિ.ગ્રામ કિ.૧,૦૦,૧૪૦ એક સ્વીફટ કાર નં.GJ-03-PA-9446 કિ.૫,૦૦,૦૦૦ કુલ કિ.૭,૦૫,૬૯૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.